Page 25
અને આપણે ચારેય એમાં ફસાઈ ચુક્યા છીએ મોટા મોટા દોરડા લઈને આવે આખી ફોજ ત્યારે જ આપણા બધાથી બહાર નીકળાશે..મેં પેહલા તારા સાળાના ફોનથી તારા ભાઈને મારી સાથે બનેલી ઘટના ટૂંકમાં કીધી અને એક્તાડી ના સેટેલાઈટ ફોનની વાત કરી એટલે એમણે કીધું કે તું પેહલા ભાગ ત્યાંથી બાકીનું ફોડું છું..મેં તારા સાળાને કીધું ગાડી માઉન્ટ ઉતાર..અને તારા સાળાએ વધારે પૂછ્યા વિના ગાડી મારી મૂકી અમે પાલનપુર પોહ્ચ્યા ત્યાં મને તારા ભાઈનો આ તારા સાળાના મોબાઈલ પર ફોન આવ્યો કે તું ત્યાં પાલનપુર પોલીસ સ્ટેશન પોહચ પેલા ત્રણેય લોકેટ થઇ ગયા છે અને સેઈફ છે..!! લગભગ રાતના બે વાગ્યા હતા ત્યારે..!
પાવન તરત જ એના ભાઈ તરફ ફર્યો અને પૂછ્યું તમને રાત્રે બે વાગ્યે ખબર પડી ગઈ હતી કે અમે સેઈફ છીએ તો આટલા બધા કલાક અમને આવી હાલતમાં કેમ રાખ્યા ?
પાછળથી એક પોલીસના મોટા અધિકારી બોલ્યા અમારી સુચના હતી દોસ્ત..
આ તમારી એક્તાડી એ બહુ મોટી એજન્ટ છે અને એ છેલ્લા બે મહીનાથી માઉન્ટ આબુમાં ક્યારેક બ્રહ્માકુમારી તો ક્યારેક હોટેલ એમ માઉન્ટ આબુમાં પડી રહી હતી,એ લોકો ત્યાં ગુરુશિખર પર આવેલા હિન્દુસ્તાનના રડારને હેક કરવાની ફિરાકમાં હતા અને એમને ત્યાં રડારની નજીક હેવી ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્સ્ટ્રમેન્ટ લગાડવા હતા કે જેનાથી રડાર એરફોર્સને ખોટા સંદેશા મોકલે..
પોલીસ અધિકારી બોલ્યા ચાલો હવે તમારે ચારેય એ થોડી દેશને મદદ કરવાની છે.. અમે માનીએ છીએ કે આ ઓરત આ નિનાદભાઈને પ્રેમ કરે છે અને જાસુસ નામનું પ્રાણી માર ખાઈને મારી જાય પણ એક શબ્દ ના બોલે અને પ્રેમ કરો તો બધા રાઝ ખોલે..!!
ચાલો તમે ચારેય સ્વસ્થ થાવ અને એકતા પાસે ચાલો, નિનાદભાઈ તમારે એક વાત ચોક્કસ યાદ રાખો કે એનું મોઢું ખોલાવવાનું છે..જે ખેલ દાવ કરવા પડે તે કરજો પણ એનું મોઢું ખુલે એ બહુ જરૂરી છે હિન્દુસ્તાન માટે..!! ચારેય જણા પોતપોતાના પરિવારજનોને મળ્યા અને પછી પાલનપુર પોલીસ સ્ટેશનના કમરાની બહાર નીકળ્યા..
Previous Page | Next Page