Page 28
એકતા મોઢું ફેરવી બોલી..ઉંહ તારે શું લેવાદેવા તારી સરકાર અને પોલીસ બધું જાણી લેવાની છે..પૂછી લેજે એમને જ
નિનાદ બોલ્યો એકતા તું શું ઈચ્છે છે જીવનમાં..? એક બાજુ તું એમ કહે છે કે તું મને પ્રેમ કરે છે તો તે મને કેમ મરાવી નાખવાના પેંતરા રચ્યા..!!
એકતા સેહજ ત્રાંસુ મોઢું કરીને હસી અને બોલી તારી જરૂરીયાત મારે પૂરી થઇ ગઈ હતી, મને તારું શરીર જોઈતું હતું અને એ મને ઈન્સ્પેક્ટર જાદવના રૂપમાં મળી ગયું હતું, હા જાદવની કમ્પેરીઝન માં તું થોડો સોફ્ટ છે બાકી તું અને જાદવ, તમારા બંનેમાં કોઈ જ ફેર નથી..તે મને જીવનભર ટીસ્યુ પેપર સમજી તો હવે વારો મારો હતો ,તમને લોકોને ચુંગી નાકે એન્ટર થતા મેં જોઈ લીધા હતા ત્યારથી જ મારા દિમાગમાં તારી માટેની નફરત સળગી ગઈ અને મેં અને જાદવે તમને ફીટ કરવાના પ્લાન બનવી દીધા.. પણ તું હમેશની જેમ નસીબ નો બળીયો નીકળ્યો. બચી ગયો..
આટલું બોલીને એકતા ઉભી થઇ અને અચાનક પોતાના શરીરના ઉપરના ભાગના કપડા કાઢી અને નિનાદના અર્ધનગ્ન શરીરની ઉપર હાથ ફેરવવા લાગી અને બોલતી રહી કે સાચે નિનાદ તને ખબર છે નીન્યા કોઈ જ ફર્ક નથી જાદવ અને તારામાં..ભગવાને બિલકુલ તારો ડુપ્લીકેટ બનાવ્યો છે,એકતા નિનાદના શરીર પર હાથ ફેરવતા ફેરવતા નિનાદની પીઠ પાછળ ગઈ અને અચાનક એણે એનું પેન્ટ અને આંત:વસ્ત્ર પણ કાઢી નાખ્યું અને પોતાના શરીરના ગુપ્ત ભાગમાંથી એક નાની કેપ્સ્યુલ જેવું કૈક કાઢી અને મોઢામાં મૂકી દીધું અને એકતા ધડામ કરતી જમીન પર પડી..!!
ચારેય જણ માટે ફરી એક મોટો ઝટકો હતો..જેલ નો સ્ટાફ દોડીને આવ્યો..એકતા મરી ચુકી હતી સાઈનાઈડની ગોળી હતી એ..!!ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસના ઇન્સ્પેકટર જાદવને બરાબર સરખો કરી નાખ્યો હતો, અને પછી તાજના સાક્ષી બનાવવાની બાહેધરી આપીને આખી વાત એની પાસે કઢાવી લીધી હતી..!તાજના સાક્ષી બની અને બચી જવાની લાલચે જાદવે એની અને એકતાની આખી સ્ટોરી ગુજરાત પોલીસને પોપટની જેમ આપી દીધી..!!
Previous Page | Next Page