Page 4
કાયમ એકબીજા પાસેથી વાત કઢાવવા માટે એ લોકો એકબીજાને ખોતર્યા કરતા અને હંમેશા ભમ્મરિયા કુવા માટે એકબીજા ઉપર શંકા કરતા રહ્યા..!
લગભગ બપોર ના સાડા અગિયારનો સમય થયો અને બધા માઉન્ટ આબુ પોહચી ગયા હતા,નિનાદની મર્સિડીઝ એસયુવીએ ત્રણ કલાકમાં બધાને માઉન્ટ આબુ મૂકી દીધા.આ વખતે નખ્ખી લેક થી આઠ દસ કિલોમીટર દુર છેક અચલગઢ પાસે આવેલા રિસોર્ટનું બુકિંગ લીધું હતું અને નિનાદ સિવાયના ત્રણેય એ “ફુલ્લ” પીવું છે એવું નક્કી કરીને આવ્યા હતા એટલે ગામથી થોડા દુર સારા,અને આમ પણ આબુ અને અમદાવાદમાં બહુ ફેર નથી હો`તો, જે અમદાવાદમાં ભાગ્યે જ સામે મળતો હોય એ તમને માઉન્ટ આબુમાં ચોક્કસ સામે જ અથડાય..ચારે ચાર અમદાવાદી ને આ નિયમની ખબર એટલે ચારેય એ નખ્ખી લેકથી દુરનો રિસોર્ટ પકડવો એવું નક્કી રખાયું હતું..!!
બધાએ પેહલી બેઠકમાં સરખું પીધું પછી ખાધું અને ઘડિયાળમાં અઢી જેવું થયું..
ભરપેટ જમ્યા પછી બધાને સેહજ ઊંઘ જેવું વરતાયું, એટલે એક `નેપ` લેવી એવું નક્કી થયું,પણ નિનાદ આડો ફાટ્યો ના મારે તો નખ્ખી લેક જવું છે..
નિનાદના એટલા બોલવાની જ રાહ હતી અને ટોપિક ખુલ્યો.. રાજલ તરત જ બોલ્યો કેમ ..? ત્યાં તારો “ભમ્મરિયો” રાહ જોતો બેઠો છે..? બાકીના બે નિનાદ ઉપર હસ્યા.. નિનાદ કંટાળા સાથે બોલ્યો હું જાઉં છું, કોઈને આવવું છે કે નહિ..?
પાવન બોલ્યો અલ્યા સાંજે જઈએ છીએ હુ`ઈ જા`ને અત્યારે, આટલું પીધું છે તો..
નિનાદે મક્કમતાથી ના પાડી હું જાઉં છું છેલ્લીવાર પુછુ છું આવવું છે કોઈને..??
જીગર બોલ્યો..અલ્યા જવા દો ને એને કુતરા જેવું છે, આબુ આવે એટલે સૌથી પેહલા નખ્ખીની પાળે એના “ભમ્મરિયા”ને યાદ કરીને પી` નહિ કરે ને ત્યાં સુધી એ આબુ આ`યો છે એવું એને નહિ લાગે,જા ભાઈ જા તું જા નખ્ખી પર જઈને પી` કરી આવ..!!
Previous Page | Next Page