Page 6
નિનાદનું આટલું બોલતા એ બે હાથની પક્કડ નિનાદની કમ્મરને ફરતે થોડી વધારે કસાઈ, નિનાદે હવે આજુબાજુ ની પબ્લિક પર નજર ફેરવી રખે ને કોઈ ઓળખીતું તો નથી ને..પણ કોઈ દેખાયું નહિ અને હજી પબ્લિકમાંથી કોઈએ એમને નોટીસ કર્યા નોહતા કે એક બેહન ભાઈને પાછળથી ચોંટી પડ્યા છે..
બેચાર મિનીટના ક્સ્સાયેલા એ હાથ ને પછી નિનાદે કીધું..એકતા ઠંડી બહુ લગતી હોય તો મારા જેકેટમાં આગળ ઝીપ ખુલ્લી છે, પાછળ નહિ બેબી..!! ચલ તો આગળ આવી જા..
નિનાદે એકતાનું નામ લેતા જ એકતા આગળ આવી અને નિનાદને ગળે વળગી ગઈ..! લગભગ દસેક મિનીટ એકતા અને નિનાદ એકબીજાને વળગી અને નખ્ખીના કિનારે ઉભા રહ્યા, અને એકતા એ જ જૂની પુરાણી એની ફેવરીટ એવી નિનાદના બદનની ખુશ્બુ એના શ્વાસમાં ભરતી રહી ..!!
એકતા એ કૈક વધારે વાર કરી એટલે એકતાના સ્ટેપ્સમાં કપાવેલા ઘૂંઘરાળા વાળમાં હાથ ફેરવતા નિનાદ ધીમા અવાજે બોલ્યો એકતા આપણે ઇન્ડીયામાં છીએ..એકતા તરત જ એની બ્રાઉન કથ્થાઈ આંખ ઉલાળતા બોલી હવે આટલા વર્ષે માંડ હાથમાં આવ્યો છે ત્યાં ઇન્ડીયા ને લંડન ને ન્યુયોર્ક ક્યાં કરવા રહુ..?
નિનાદ બોલ્યો..તું એકલી આવી છું ?
એકતા સેહજ મોઢા ઉપર દર્દ લાવીને બોલી એકલી થઇ ગઈ છું..!
નિનાદે પૂછ્યું..કેમ ખોવાઈ ગઈ છું અહિયાં…આબુમાં ?
એકતા બોલી..જિંદગીમાં ખોવાઈ ગઈ છું.. ચલ જવા દે સીધી વાત કરું મેં ડિવોર્સ લઇ લીધા છે આઈ એમ ફ્રી બર્ડ નાઉ.. એટલું બોલી એકતાએ આંખ નો ઉલાળો માર્યો અને બોલી અને તું ?હજી કેહવાતો બેચલર જ છે..? નિનાદ હસીને બોલ્યો હા..નિનાદના એટલું બોલવાની જ વાર હતી અને એકતા ફરી એને વળગી પડી અને એકતા બોલી તો પછી કોનાથી ડરે છે તું ..? મસ્ત ઠંડી છે અને મારા જેવી તારી જૂની પુરાણી તારા બોડી પાર્ટ્સની કમ્પ્લીટ જોગ્રોફી જાણતી પ્રો પ્લેયર તારી જોડે છે તો પછી મોજ કર..!!
Previous Page | Next Page