Page 8
નિનાદ સેહજ કડક અવાજે બોલ્યો એ પેહલા સીધી વાત કર કેમ અહિયાં આવી અને કોઈની જોડે..?
એકતા બોલી એકલી જ આવી છું બ્રહ્માકુમારીમાં શાંતિ લેવા આવી પણ તને જોયો તો એમ થયું કે હવે થોડી શાંતિની જોડે મજા પણ મળશે,ભગવાને મારા નસીબમાં એક માત્ર દોસ્ત લખ્યો હતો એ અત્યારે ફરી એકવાર ગીફ્ટ કર્યો..અને તું સાવ..નિનાદ બોલ્યો શંતિ લેવા આવી હતી અને વાતો અશાંતિની કરી રહી છે..!
એકતા બોલી તમારા ચાર સાથે હું રહીશ તો શું અશાંતિ થશે ? તમે એકેય એ ઓરત નથી જોઈ..? અને હવે મારામાં રહ્યું છે શું..? નિનાદ બોલ્યો..એટલે મેનોપોઝ આવી ગયું ?
એકતા એ એક હળવો લાફો નિનાદના ગાલે માર્યો અને બોલી હવે તું અશાંતિ કરવાની વાતો કરે છે..
નિનાદ બોલ્યો ટૂંકમાં તું પીછો નહિ જ છોડે એમ ને..એકતાએ નિનાદને વળગીને કીધું ના ડાર્લિંગ ચલ મારી હોટલે લગેજ લેવા.. નિનાદને પણ હવે એકવાર દોસ્તી,પ્રેમ અને શરીરના અગનખેલ ખેલવાની ઈચ્છા થઇ ગઈ હતી..! નિનાદને પણ હમેશા એમ લાગ્યું હતું કે એકતાડી મારી જોડે બીજા ઘણાને ફેરવી ચુકી છે અને એમાં રાજલ, જીગર અને પાવનનો નંબર પણ હતો.. એકતાને નખ્ખી લેકથી લઈને નિનાદ એકતાની હોટેલે ગયો અને એકતાની એક નાનકડી બેગ લઈને અચલગઢ પાસેના એમના રિસોર્ટ પર આવ્યો..
લગભગ દોઢ બે કલાક જેવું થઇ ચુક્યું હતું…રૂમ કી થી નિનાદે એના રૂમનું બારણું ખોલ્યું બેડ ઉપર રાજલ,પાવન અને જીગર ત્રણે એકબીજાની ઉપર નીચે જ્યાં જગ્યા મળી ત્યાં નશામાં ટુંન થઇને ઘોરતા હતા..એકતા રૂમમાં એન્ટર થઇ અને એકદમ મોઢું દબાવીને હસી..અને ધીમેથી બોલી નીન્યા આ ત્રણે ને તો જો બુઢાપો ચડી ગયો છે..!! રાજ્લીયો કમ્પ્લીટ ટકલો જીગરયો પેહલા હતો એવો જ ખેંપટ છે, અને એના વાળ તો જો કમ્પ્લીટ ધોળા થઇ ગયા છે, અને આ પાવાનીયો જાડિયો ભોટવો એનું પેટ છે કે નગારું સાલાનું..!! નિનાદ બોલ્યો..ય્પ ડાર્લિંગ એ બધા પરણેલા છે..!!
Previous Page | Next Page